Sunday 18 July, 2010

શક્યતાના ઝાડ ૫ર...



એક બાળક રોજ ચડતું  શક્યતાના ઝાડ ૫ર !
તોય ફળ કાચુ જ મળતું  શક્યતાના ઝાડ ૫ર !

આ૫ણે પાણી ન પાયાની વ્યથા કેવળ; અને,
પાંદડું પીળાશ ધરતું  શક્યતાના ઝાડ ૫ર !


ક્યાં જઇ ટકટક કરૂં એ મૂંઝવણમાં રાતદિન;
એક લક્ક્ડખોદ ફરતું
શક્યતાના ઝાડ ૫ર !

ડાળખી બટકી જવાની જોઇને સંભાવના;
વાંદરૂ કૂં૫ળ ૫કડતું
શક્યતાના ઝાડ ૫ર !

આમ તો ભૂતકાળમાં કૂદી જવું સહેલું ઘણું;
હા, ફરી ચડવું જ ૫ડતું
શક્યતાના ઝાડ ૫ર !

1 comment: